દલખાણિયામાં વધુ 2 સિંહોના મોત, ચાર સિંહોમાં કેનાઈન વાયરસ જોવા મળતા વનવિભાગ ચિંતિત
Live TV
-
ગીરમાં દલખાણિયા રેન્જના સરસીયા વીડી વિસ્તારમાં સિંહોના મોતનો સિલસિલો ચાલું છે. વધુ 2 સિંહના મોત નિપજ્યા છે. સિંહોના મોત આંકડો 23 પર પહોંચ્યો છે. જેના કારણે વન વિભાગ ચિંતિત બન્યું છે.
ગીરના દલખાણિયા રેન્જના સરસીયા વીડી વિસ્તારમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત છે. ત્યારે આ અંગે વન મંત્રી ગણપત વસાવા અને વન સંરક્ષક અધિકારી રાજીવ ગુપ્તાએ કેટલીક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સિંહોની રક્ષા માટે ગતિવીધી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ 33 સિંહોના નમૂના લઈ પૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
ઉપરાંત પહેલા જે સેમ્પલ લેવાયા હતા તેના રિપોર્ટમાં ચાર સિંહોમાં કેનાઈન વાયરસ જોવા મળ્યો છે. જ્યારે અન્ય કેટલાંક સિંહ ઇનસાઇટના કારણે મર્યા હોવાનું જણાવ્યું છે. ઉપરાંત દેશ વિદેશથી નિષ્ણાંતોની ટીમ બોલાવી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કેનાઈન ડિસ્ટેમ્પર વાઇરસ માટેની 300 રસી પણ અમેરિકાથી મંગાવવામાં આવી છે.
જે આવતીકાલ સુધી ગીર પહોંચી જશે. હાલ 36 સિંહોને બચાવવાની વન વિભાગ અને અન્ય ટીમ કામે લાગી ગઇ છે. વધુમાં જણાવ્યું હતું કે, ટુરિસ્ટ પર આની કોઇ અસર નહી થાય. ઉલ્લેખનીય છે કે ગીરમાં દલખાણિયા રેન્જમાં અત્યાર સુધીમાં 23 સિંહોના મોત થઇ ચૂક્યા છે.
દેશભરના વેટનરી નિષ્ણોતોની મદદ લેવામાં આવી રહી છે. દલખાણિયા રેન્જ વિસ્તારના 3 સાવજ જસાધર એનીમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે.જેને બચાવવા વન વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તો જામવાળાના એનિમલ કેર સેન્ટર હાઉસમાં 27 સિંહને સારવાર માટે લાવવામાં આવ્યા છે.
અને જામવાળા એનિમલ કેર સેન્ટર હાઉસ ફુલ થઈ ગયું છે.જેના કારણે વધારાના સિંહોને સારવાર માટે હાલ સાસણ મોકલવામાં આવી રહ્યા છે.દિલ્લીથી આવેલા 2 નિષ્ણાંતોની ટીમ જામવાળામાં ખડેપગે છે.તો જે સિંહોના મોત થયા છે તે મૃત પશુઓના મારણ ખાવાથી મોતને ભેટ્યા હોવાનું તારણ સામે આવ્યું છે.
