ભાવનગર જિલ્લા જેલ ખાતે ગાંધીજી સંબંધિત પરીક્ષા યોજાઈ, 53 કેદીઓએ લીધો ભાગ
Live TV
-
પૂજ્ય મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લા જેલ ખાતે ગાંધીજીના જીવન આધારિત પ્રસંગો અને તેના જીવનના મૂલ્યો વિષયે એક પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ 53 કેદીઓએ ભાગ લીધો હતો. જેમાં 52 પુરુષ કેદીઓ અને 1 સ્ત્રી કેદી સામેલ હતા.
કેદીઓએ આ પરીક્ષામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પરીક્ષાની તૈયારી માટે જેલના કેદી ભાઈઓ અને બહેનોને ગાંધીજીના જીવન આધારિત પુસ્તકો વાંચવા માટે જેલ તરફથી આપવામાં આવ્યા હતા. જેલ સ્ટાફ દ્વારા પરીક્ષાની તૈયારી અને આયોજનનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
