Skip to main content
Settings Settings for Dark

મહેસાણાઃ કડા ગામ પાસે સ્કૂલવાનનો અકસ્માત, 6 બાળકો ઈજાગ્રસ્ત

Live TV

X
  • મહેસાણાના વિસનગર નજીક કડા ગામે સ્કૂલવાનને અકસ્માત નડ્યો હતો. કડા ગામના પાટિયા પાસે સ્કૂલ ઑફ વિક્ટરની વાનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 6 બાળકો ઈજાગ્રસ્ત થયા છે અને એક બાળકની સ્થિતિ ગંભીર છે, જેને વધુ સારવાર અર્થે રિફર કરાયો છે. 108 એમ્બ્યૂલન્સની મદદથી બાળકોને વિસનગર સિવિલ સારવાર અર્થે ખસેડાયા હતા. 

    મહેસાણાના વિસનગર તાલુકામાં આવેલ કડા ગામના પાટિયા નજીક વિસનગરની સ્કૂલ ઓફ વિકટરની સ્કૂલવાનના ડ્રાઈવરે કાબુ ગુમાવતા વાન વીજ પોલ સાથે જઇ અથડાઈ હતી જેને લઈ અકસ્માત સર્જાયો છે.  

    અકસ્માતમાં સ્કૂલ વાનમાં સવાર સ્કૂલ ઓફ વિકટર્સ ખાનગી શાળાના 10 વિદ્યાર્થીઓ પૈકી 6 વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સની મદદથી વિસનગર સિવિલ પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં તબીબી સારવાર બાદ પોલીસે પણ ઘટનાને લઈ ઈજાગ્રસ્તોના નિવેદન લેવા સહિતની કાર્યવાહી આરંભી છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply