દાહોદઃ ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત દોડનું આયોજન
Live TV
-
દાહોદ જિલ્લામાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત એક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લામાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત એક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકાના પ્રમુખ અને કાઉન્સીલરો સહિત પોલીસમિત્રો, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો હાજર રહ્યાં હતા. આ ફિટ ઇન્ડિયા દોડ નગરપાલિકાથી શરૂ થઈને સીટી ગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થઈ હતી. તો સાથે જ અહીં વિવિધ રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેને નિહાળવા માટે દાહોદની જનતા પણ ઉપસ્થિત રહી હતી.
