દાહોદમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા સીએમ, કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Live TV
-
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કૉંગ્રેસમાંથી સમગ્ર જિલ્લાના 150 ઉપરાંત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
લોકસભાની ચૂંટણીને હવે જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ, કૉંગ્રેસ તેમજ અન્ય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટી નું જોર લગાવી રહ્યા છે. દાહોદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના પ્રચાર માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની દાહોદ જિલ્લાના સુખસર ગામે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ, ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઇ કટારા સહિત ભાજપના અન્ય તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીનું જાહેર સભાના મંચ પર આગમન થતાં તેમણે લોકોનું અભિવાદન કર્યું હતું અને હોદ્દેદારો દ્વારા શ્રી રૂપાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી તરફ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કૉંગ્રેસમાંથી સમગ્ર જિલ્લાના 150 ઉપરાંત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. જાહેર સભાને સંબોધન કરતાં મુખ્યમંત્રીએ કોંગ્રેસ પાર્ટી આકરા પ્રહાર કર્યા હતા.
