રાજકોટના મનપા કમિશ્નરે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ
Live TV
-
સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઇ છે. છેલ્લા 2-3 દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે.
સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઇ છે. છેલ્લા 2-3 દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. ત્યારે રાજકોટનું તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગરમીના કારણે કોર્પોરેશન કમિશ્નર બંછા નિધિ પાની દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીથી બચવા માટે શક્ય હોય તો બપોરે 1થી 5 બહાર ન નીકળવાની લોકોને સલાહ આપવામાં આવી છે. ગરમીથી બચવા માટે લોકો શેરડી અને ફળોના જ્યુસનો સહારો લઈ રહ્યાં છે. હજુ ત્રણ દિવસ હિટવેવ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે
