દિવાળી વેકેશનમાં સુરતની આજુબાજુ આવેલા ઇકો ટુરીઝમ સ્પોટ બન્યા પહેલી પસંદ
Live TV
-
દિવાળી વેકેશનમાં સુરતની આજુબાજુ આવેલા ઇકો ટુરીઝમ સ્પોટ બન્યા પહેલી પસંદ
સુરત અને તાપી જિલ્લામાં અલગ અલગ ટુરિઝમના સ્થળો આવેલા છે. ઘણા લોકો એવા હોય છે કે દિવાળીના વેકેશનમાં ભીડભાળથી દૂર નેચરની વચ્ચે રહેવાનું પસંદ કરતા હોય છે અને જેના કારણે જ તેઓ સુરત અને સુરતની આજુબાજુ આવેલા ઇકો ટુરીઝમ સ્પોટ પર જવાનું પસંદ કરે છે. વાત કરવામાં આવે સુરતની તો સુરતમાં કેવડી, દેવઘાટ, અને બાનવા ડુંગર એમ 3 ઇકો ટુરિઝમ સાઈટ્સ આવેલી છે. તો, બીજી તરફ તાપી જિલ્લાની વાત કરવામાં આવે તો ત્યાં પદમડુંગરી, આંબા પાણી, ગોમુખ અને અન્ય નાના મોટા ધોધનો, સમાવેશ થાય છે.
