દીવના વણાંકબારામાં સ્પેશિયલ ગ્રામસભાનું કરાયું આયોજન
Live TV
-
આદર્શ ગામ બનાવવા માટે અને પંચાયત વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ગામ લોકો તરફથી સૂચનો મેળવવામાં આવ્યા.
દીવના વણાંકબારા ગ્રામ પંચાયતના સરપંચના અધ્યક્ષ સ્થાને સ્પેશિયલ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચાયતના વિસ્તારને આદર્શ ગામ બનાવવા માટે અને પંચાયત વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ગામ લોકો તરફથી સૂચનો મેળવવામાં આવ્યા હતા. જેમાં વાહનો માટે પાર્કિંગ બનાવવું, આંગણવાડી તેમજ પંચાયત માલિકીની દુકાનોમાં સોલાર પ્લાન્ટ મુકવા, જાહેર બગીચા બનાવવા, રમત ગમતનું મલ્ટીપ્લેક્ષ બનાવવું, સરકાર તરફથી કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ કરાવવી, જાહેર જગ્યા પર ફુલઝાડના કુંડા મુકવા, દીકરીનો જન્મ થાય તો તેના નામ પર વૃક્ષ વાવવું સહિત અનેક સૂચનો લોકો પાસેથી મળ્યા હતા.આ ગ્રામ સભામાં જિલ્લા પંચાયતના ચીફ એક્યુટીવ ઓફિસર વંદના રાવ, દીવના માલતદાર સી.ડી.વાજા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
