બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની બિનહરીફ વરણી
Live TV
-
એશિયામાં સહુથી વધુ દૂધ એકત્ર કરતી બનાસ ડેરીના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી બનાસડેરી સભાખંડમાં યોજાઈ હતી. જોકે ભારે ઉત્તેજનાભર્યા માહોલ વચ્ચે બનાસડેરી ચેરમેન પદે શંકર ચૌધરી તેમજ વાઇસ ચેરમેન તરીકે માવજીભાઈ દેસાઈની બોર્ડ ઓફ ડિરેક્ટરોએ બિનહરીફ વરણી કરી છેં.
સહકારી માળખાની સહુથી મોટી બનાશડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ પુનઃ વિશ્વાસ મુકતા ચેરમેન શંકર ચૌધરીને ફરીથી બનાસ ડેરીનું સુકાની પદ સોંપ્યું છે,ડેરીના ચેરમેન અને ઉપ ચેરમેનનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં સહકારી માળખાના નિયમ મુજબ ચૂંટણી અધિકારી દ્વારા થયેલી ચૂંટણીમાં સર્વાનુમતે ચેરમેન શંકર ચૌધરીની બીજી ટર્મના અઢી વર્ષ માટે વરણી કરાઈ છેં.
