દીવમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમનું આયોજન
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવ જિલ્લા કલેકટર હેમંતકુમાર, દીવ જિલ્લા પંચાયતના સીઇઓ અને દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના સીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખાદી ગ્રામ ઇન્ડસ્ટ્રીઝના સ્ટેટ ડાયરેક્ટરે મહિલાઓને આ ઉદ્યોગ સ્થાપવા માટે લોન કેવી રીતે મળે તે અંગે માહિતી આપી હતી. તેમજ માર્કેટિંગ દ્વારા કેવી રીતે પોતાના માલનું વેચાણ કરવું તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
