પોઈચા ગામ પાસે નર્મદા તટે શ્રાદ્ધ માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Live TV
-
ભારતીય વૈદિક સંસ્કૃતિમાં મૃત્યુ પછી પણ આત્માના અસ્તિત્વને સ્વીકારાયું છે. પુરાણોમાં ઉલ્લેખ કર્યા મુજબ તિથી મુજબનું શ્રાદ્ધ ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં કરવામાં આવે છે અને તેને જ કારણે હાલ શ્રાદ્ધ પક્ષમાં મૃતક પિતૃઓને પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કરવા માટે નર્મદા જિલ્લાના પોઈચા ગામ પાસે નર્મદા તટે આવેલ ત્રિવેણી સંગમમાં ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. પિતૃઓ જે યોનીમાં હોય તે યોનીમાં તેઓને દુ:ખ ન પડે, સુખ અને શાંતિ મળે તે માટે પિંડદાન અને તર્પણ કરવું તે જ શ્રાદ્ધનું મહત્વ હોય છે. ત્યારે સેંકડો શ્રદ્ધાળુઓએ અહીં નર્મદા સ્નાન કરી પિતૃતર્પણ કર્યું હતું.
