Skip to main content
Settings Settings for Dark

દુધારામપુરા ગામે શિક્ષણનું મહત્વ સમજાવતી ફિલ્મો વાલીઓને બતાવાઈ

Live TV

X
  • પાટણ તાલુકાના દુધારામપુરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય અને નિવૃત શિક્ષકો દ્વારા "આરાધના" પ્રોજેક્ટ શરૂ કરાયો હતો.

    આઝાદીના સાત દાયકા બાદ આજે આપણે દેશમાં લગભગ ૭૪ ટકા લોકો સુધી શિક્ષણ પહોચાડી શક્યા છીએ. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં હજુપણ સરેરાશ ૨૨ ટકા લોકો શિક્ષણથી વંચિત છે. સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન, પ્રૌઢ શિક્ષણ, નિરંતર શિક્ષણ સહિતની સ્કીમો ચાલતી રહી છે. આ સરકારી સ્કીમો ખાસ કરીને પ્રવેશોત્સવ જેવા સરકારી કાર્યક્રમો ક્યાંક ડ્રોપ આઉટ રેશિયો ઓછો કરવામાં સફળ રહ્યા છે.

    જો કે આ બધી સ્કીમો સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, પરંતુ પાટણ તાલુકાના દુધારામપુરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય અને નિવૃત શિક્ષકો દ્વારા "આરાધના" પ્રોજેક્ટ શરૂ કરાયો હતો.

    કેટલાક માતા પિતા પોતાના બાળકોને ભણાવવા કરતાં કામમાં જોતરી દેતા હોય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવાના હેતુથી દુધારામપુરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય અને નિવૃત શિક્ષકોએ સાથે મળી "આરાધના "પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે.

    જે અંતર્ગત વેકેશન દરમ્યાન તારીખ ૦૪/૦૬/૨૦૧૮ થી ૧૦/૦૬/૨૦૧૮ દરમ્યાન એક અઠવાડિયા સુધી લોકસંવાદ કાર્યક્રમ રખાયો હતો. જેમાં ગામના સીમમાં રહેતા વાલીઓને નજીકના ટ્યુબવેલ પર એકત્ર કરી શાળાના પ્રોજેક્ટર પર શિક્ષણનું મહત્વ સમજાવતી ફિલ્મો બતાવવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply