Skip to main content
Settings Settings for Dark

વઢવાણ-લીંબડી પાલિકામાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

Live TV

X
  • જ્યારે વઢવાણ નગરપાલિકામાં અગાઉ કોંગ્રેસની સત્તા હતી. જેમાં પણ આજે ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા હતા.

    આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી નગરપાલિકા અને વઢવાણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ અઢી વર્ષની મુદત પૂરી થતા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં લીંબડી નગરપાલિકામા ભાજપના ધીરુભાઈ ખાંદલા (દલવાડી) અને ઉપ પ્રમુખ તરીકે દેવુભાઈ ભરવાડની નિયુક્તિ કરવામાં આવી છે.

    જ્યારે વઢવાણ નગરપાલિકામાં અગાઉ કોંગ્રેસની સત્તા હતી. જેમાં પણ આજે ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા હતા. વઢવાણ નગરપાલિકામાં કોંગ્રેસના 23માંથી 10 નગરસેવકોએ ભાજપને સમર્થન આપ્યું હતું.

    નગરપાલિકાના કુલ 36 સભ્યોમાંથી ભાજપ પાસે છે 12 સભ્યો છે અને કોંગ્રેસ પાસે 10 તેમજ અપક્ષ પાસે 1 એમ થઈ ભાજપે સત્તા બનાવી હતી. પાલિકાના પ્રમુખ પદે કમાબા ડોડિયાની અને ઉપપ્રમુખ પદે ભોજરાજસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply