ભરૂચની સબજેલના આરોપીનું માંદગીના કારણે હોસ્પિટલમાં મોત
Live TV
-
પોલીસે મૃતકની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ સબજેલમાં પ્રોહિબિશનના આરોપીનું માંદગીના કારણે મોત થયાની ઘટના બની છે. વાગરા તાલુકાના ભેરસમ ગામનો રહેવાસી અને આરોપી રમેશ મનુભાઈ રાઠોડ (ઉ.વ ૩૦) બીમાર હાલતમાં હોવાથી તેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સારવાર દરમિયાન રવિવારે રાત્રે આરોપીનું મોત થયું હતું. હોસ્પિટલ દ્વારા જાણ કરાતાં ભરૂચ સબજેલ પોલીસે મૃતકની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
