Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં મેઘરાજાનું આગમન, ગરમીથી લોકોએ રાહત મેળવી

Live TV

X
  • અંબાજી, ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડયાં હતા. આ પહેલા સુરત અને અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ ધીમી ધારે એન્ટ્રી કરી હતી.

    ભારે ગરમી અને બફારા બાદ રાજ્યમાં ઘીમે-ધીમે મેઘરાજાનું આગમન થઇ રહ્યું છે. રાજ્યની સાથે દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. દેશના ઘણા રાજ્યોમાં વરસાદ થતાં લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો.

    આજે સવારે સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. અંબાજી, ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડયાં હતા. આ પહેલા સુરત અને અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ ધીમી ધારે એન્ટ્રી કરી હતી.

    કાળઝાળ ગરમી અને બફારા બાદ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. અમદાવાદમાં પણ સામાન્ય વાદળછાયું વાતાવરણ થયું હોવાથી લોકોએ કાળઝાળ ગરમીમાં રાહત મેશવી લીધી હતી.

    દક્ષિણ પશ્ચિમમાં ચોમાસુ પહેલેથી જ સક્રિય થયું હોવાથી કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં 3-4 દિવસ વધુ વરસાદ પડવાની સંભાવના છે. 12 મી સુધી ગોવા અને કોંકણના વિસ્તારોમાં 40 થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. મુંબઈમાં રવિવારે રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. થાણે, ભીવંડી, કલ્યાણ, મુંબ્રા, નવી મુંબઈ, અંધેરી, જોગેશ્વરી, શાંતાક્રુઝ વગેરે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply