Skip to main content
Settings Settings for Dark

દૂધમાં સાકરની જેમ ભળી જનારા પારસીઓનું આજે નવુ વર્ષ-

Live TV

X
  • ગુજરાતના વિવિધ શહેરો સહિત દેશભરમાં થઇ રહી છે પતેતીની ઉજવણી - પારસી ભાઇ-બહેનોએ આગિયારીમાં જઇને કરી વિશેષ પૂજા અર્ચના - પારસી ભાઈઓએ એક બીજાને પાઠવી શુભકામના. ગુજરાત સહિત દેશભરમાં પારસીઓના નવા વર્ષની ઉજવણી થઈ રહી છે. અમદાવાદમાં વસતા પારસી સમુદાયના લોકોએ ખમાસા પારસી અગિયારી ખાતે પરંપરાગત પોશાકમાં અગિયારી એ જઈને અગ્નિ દેવને સુખડ ધરાવી પૂજા અર્ચના કરી એકબીજાને જાણે અજાણે વર્ષ દરમ્યાન થયેલી ભૂલો માટે માફી માગી હતી અને નવા વર્ષની શુભેચ્છાઓની આપ લે કરી હતી. ત્યારબાદ પારસી ભાઈ બહેનો સગા સંબંધીઓના ઘરે જઈને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા

    એક વર્ષના 365 દિવસ હોય છે. પરંતુ પારસી સમાજમાં 360 દિવસનું વર્ષ હોયછે. પારસીઓ વર્ષના છેલ્લા દિવસે પારસી અગ્યારીમાં જઇને અગ્નિદેવની પૂજા કરીને વર્ષ દરમિયાન જાણ્યે અજાણ્યે થયેલી ભૂલો માટે પ્રાયશ્ચિત કરે છે, અને બીજા દિવસે નવાવર્ષની ઉજવણી કરે છે. અગિયારીમાં જઈને 24 કલાક પ્રજવલિત રહેતા અગ્નિદેવને સુખડના લાકડા ધરાવી પૂજા અર્ચના કરે છે. આજે નવા વર્ષે બધા પારસી ભાઇ-બહેનોએ એક બીજાને મળીને શુભકામનાઓ પાઠવી હતી.

    સુરતમાં વસતા પારસી સમુદાયના લોકોએ પણ આજે નવા વર્ષની ઉજવણી કરી હતી. સવારમાં ટ્રેડિશનલ પોશાક પહેરી અગિયારી પહોંચીને ખુદાઈજીના આશીર્વાદ લીધા બાદ તેમણે એક બીજાને નવા વર્ષની શુભેચ્છા આપી હતી. પારસી સમાજના લોકોએ ખુદાઈજીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ સંબંધીઓ એક બીજાના ઘરે જઈ નવા વર્ષની શુભેચ્છા પાઠવશે.

    ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં પારસીઓના નવા વર્ષ પતેતીની ઉજવણી થઇ રહી છે. વડોદરા શહેરમાં પારસીઓનું બેસતુ વર્ષ પરંપરાગત રીતે ઉજવાઇ રહ્યું છે. તેઓ 1379મું નુતન વર્ષ ઉજવી રહ્યા છે. વડોદરા શહેરમાં વસવાટ કરતાં પારસી બંધુઓએ સયાજીગંજ અને ફતેગંજ વિસ્તારમાં આવેલ તેમના દેવળમાં પંરપરાગત પૂજા કરીને નવા વર્ષની ઉજવણી કરી હતી. તેઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. વડોદરામાં આશરે 320 જેટલા પારસી પરીવારો વસવાટ કરે છે. તેઓએ દુધમાં સાકર ભળે તેમ ભળી જઇને વડોદરાની સંસ્કૃતિને અપનાવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply