દ્વારકા - CMના હસ્તે નવનિર્મિત જિલ્લા પોલીસ ભવનનું લોકાર્પણ કરાયું
Live TV
-
મુખ્યમંત્રીએ સુદામા સેતુ પાસે આદિ શંકરાચાર્યજીની પ્રતિમાનું અનાવરણ કર્યુ
દ્વારકાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી પાદુકનું પૂજન કર્યુ હતુ. સાંસદ પુનમ બેન માડમ આ પ્રસગે હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ સુદામા સેતુ પાસે આદિ શંકરાચાર્યજીની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ. અગાઉ મુખ્યમંત્રીએ ખંભાળીયા ખાતે રૂપિયા 10.65 કરોડના ખર્ચે તૈયાર થયેલા જિલ્લા પોલીસ ભુવન તથા ભાણવડ ખાતે રૂપિયા 4.27 કરોડના ખર્ચે તૈયાર થયેલા તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ ખંભાલિયા એ.પી.એમ.સી ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સતત છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્નશીલ છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી આર સી ફળદુ, જવાહર ચાવડા, સાંસદ પૂનમ માડમ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહયા હતા
