Skip to main content
Settings Settings for Dark

લુણાવાડામાં ભારે વરસાદ, વિવિધ જળાશયો છલકાયા

Live TV

X
  • કડાણા ડેમનું જળસ્તર 416.11 ફુટે પહોંચતા. ડેમના 8 દરવાજા 5 ફુટ સુધી ખોલી દેવામાં આવ્યાં

    મહીસાગર જિલ્લાના લુણાવાડામાં શનિવારે દિવસભરના ઉકળાટ બાદ ભારે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણીથી તરબોળ થઈ ગયો છે. તો કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને આંશિક હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઉલ્લખેનીય છે કે, મહિસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો પચાસ ટકા વરસાદ જ નોંધાયો છે.

    ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે કડાણા ડેમની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે ડેમના વધુ બે દરવાજા ખોલવામાં આવ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની આવક રહેતા ડેમનું જળસ્તર 416.11 ફુટે પહોંચતા. ડેમના 8 દરવાજા 5 ફુટ સુધી ખોલી દેવામાં આવ્યાં છે. જેમાંથી 88 હજાર 512 ક્યુસેક પાણી મહિ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ સાથે જો ઉપરવાસથી વધુ પાણીની આવક થશે તો, રાત્રી દરમિયાન પણ મહિ નદીમાં વધુ પાણી છોડવામાં આવશે

    ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે કડાણા ડેમની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ડેમની જળ સપાટીમાં સતત વધારો થતા ડેમ નું રુલ લેવલ જાળવી રાખવા મહી નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વણાકબોરી માં આવેલ વણાકબોરી વીયર માં પાણીની આવક વધતા ઓવરફ્લો થયો છે. વણાકબોરી ડેમ ની જળ સપાટી 228.50 ફૂટ નોધાઈ છે અને વણાકબોરી વિયર માં પાણી ની આવક 34000 ક્યુસેક તો જાવક 75000 ક્યુસેક જોવા મળી રહી છે. વણાકબોરી વિયર માંથી હાલ 2800 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. વણાકબોરી વીયર ઓવરફલો થતા આહલાદક દ્રષ્યો સર્જાય છે અને ઓવરફ્લો થતા મહિસાગર નદી બે કાંઠે વહી રહી છે.આ વિયર દ્વારા નડિયાદ, ઠાસરા, તારાપુર, ઉમરેઠ, આણંદ બોરસદ, ખંભાત, પેટલાદ તેમજ અન્ય તાલુકામાં સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે જેથી આ તાલુકાઓ ને લાભ થશે

    ઉનાળામાં અરવલ્લી જિલ્લાના તમામ જળાશયો તળિયા ઝાટક હતા, પણ મેઘ મહેર રહેતા પાણીની સારી આવક થતાં જિલ્લાના તમામ જળાશયો ઉભરાયા છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય ત્રણ જળાશયો છે. જેમાં માઝૂમ, મેશ્વો અને વાત્રકનો સમાવેશ થાય છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે જિલ્લાના માઝૂમ જળાશયમાં પાણીની સપાટી 154.48 મીટર છે, મેશ્વો જળાશય ખાતે 212.29 મીટર અને વાત્રક જળાશયમાં 128.88 મીટરે પાણીની સપાટી છે. રાજ્યમાં અને ઉપરવાસમાં સારા વરસાદના પગલે જ્યાં ઉનાળાના સમયમાં સુકાયેલા જળાશયો આજે પ્રચુર માત્રામાં પાણીનો જથ્થો સંગ્રહિત થયેલા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply