Skip to main content
Settings Settings for Dark

દેશમાં સૌ પ્રથમ કેમિકલ એન્જિનિયરીંગની સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ખૂલશે

Live TV

X
  • કેન્દ્રીય રસાયણ રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ ,કેન્દ્ર સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ વિભાગ દ્વારા સંચાલિત ,સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ અને ટેકનોલોજી વટવા અમદાવાદ ખાતે નવનિર્મિત કુમાર અને કન્યા છાત્રાલયનું ઉદઘાટન કર્યું હતું. 

    જેમાં વિવિધ પ્રકારના પ્લાસ્ટિક એન્જિનિયરિંગ અને પ્લાસ્ટિક ટેકનોલોજીને લગતા ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, એન્જિનિયરિંગ, માસ્ટર ડિગ્રી જેવા લાંબાગાળાના તેમજ કૌશલ્ય વિકાસના ટૂંકાગાળાના અભ્યાસક્રમો ચાલે છે.

    સી પેટના ડિપ્લોમા ડિગ્રી કોર્સની ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ માંગ હોય છે ,તેમજ વિદ્યાર્થીઓને રહેવા માટે વધુ સારી સુવિધા મળી રહે તે ઉદેશથી નવા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે 575 વિદ્યાર્થીઓ અને 150 વિદ્યાર્થિની ક્ષમતા ધરાવે છે.

    આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું ,કે, પ્લાસ્ટીક ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ,સરકાર દ્વારા ગુજરાતમાં વિવિધ જગ્યાએ સી-પેટના કેન્દ્ર બનાવવામાં આવશે. જેમાં ,વલસાડ, સાણંદ અને ભાવનગર ખાતે આ પ્રકારના સ્કીલ ડેવલમેન્ટ સેન્ટર તૈયાર થશે. 

    આ ઉપરાંત બેંગ્લોર, લખનૌ, પટના અને ગુજરાતમાં અમદાવાદમાં ,અથવા સુરતમાં કેમીકલ ઈન્સ્ટીટયુટ બનાવવામાં આવશે. ઉપરાંત તેમણે પ્લાસ્ટીક પ્રદૂષણમાં થઈ રહેલા પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply