દ્વારકાના જગતમંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો
Live TV
-
દિવાળી પર્વ દરમિયાન સૂર્ય-ગ્રહણને ધ્યાનમાં રાખીને દ્વારકાના જગતમંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. સોમવારે ચૌદસ અને દિવાળી એક સાથે હોવાથી જગત મંદિરમાં વિશેષ હાટડી દર્શન સાંજે 8 વાગ્યે થશે. ત્યારબાદ મંગળવારે સૂર્ય ગ્રહણ હોવાથી ઉત્પાથન દર્શન સાંજે 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી કરી શકાશે. તો બુધવારે નવા વર્ષના દર્શન સમયનુસાર થશે. આગામી 2 નવેમ્બરે ભવ્ય અંકુત દર્શન થશે.
