ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિષ્યવૃત્તિની ફાળવણી
Live TV
-
રાજયના 11 લાખ 93 હજાર વિદ્યાર્થીઓના ખાતા માં 147.68 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની રકમ ટ્રાન્સફર
સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા ,ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય ની રકમની ઓન લાઈન ફાળવણી થઈ ચૂકી છે. મંત્રી ઈશ્વરભાઈ પરમારે ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર ,અર્થાત D.B.T. ના માધ્યમ થી માઉસ પર એક કલીક કરી ને રાજયના 11 લાખ 93 હજાર વિદ્યાર્થીઓના ખાતા માં 147.68 લાખ રૂપિયા ની શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય ની રકમ ટ્રાન્સફર કરી હતી. અનુસૂચિત જાતિ જન જાતિ વિચરતી ,અને વિમુક્ત જાતિ, સામાજીક-શૈક્ષણિક પછાત જાતિ, લઘુમતી આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ પાસેથી ,ગુજરાત પોર્ટલ દ્વારા, દરખાસ્તો મંગાવી ને, મંજૂર કરવાની કામગીરી ને ,અંતે હવે ,ડીજીટલ ફાળવણી પણ,સંપન્ન થઈ છે.
