15 નવેમ્બરથી 122 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદાશે મગફળી-આર.સી.ફળદુ
Live TV
-
ખરીદી માં પારદર્શીતા જાળવવા સીસીટીવી કેમેરા નો ઉપયોગ પણ થશે
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીને ખેડૂતોને રાહત આપવાનો નિર્ણય લીધો છે. કૃષિમંત્રી ,આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે આગામી 15 નવેમ્બર થી રાજ્ય ના 122 કેન્દ્રો પરથી મગફળી ની ટેકા ને ભાવે ખરીદી શરૂ થશે. નાગરિક પુરવઠા નિગમ દ્વારા નાફેડ ના માધ્યમ થી થનારી ખરીદી માટે ખેડૂતો એ ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. મગફળી ના ભાવ હાલ રૂપિયા 978 છે. તેમાં રૂપિયા 23 નો વધારો થતાં પ્રતિ કવિન્ટલે રૂપિયા પાંચ હજારના ભાવે મગફળી ખરીદ કરવા માં આવશે. આ વર્ષે, 26.95 લાખ ટન મગફળી નું ઉત્પાદન થવાની સંભાવના છે. ખરીદી માં પારદર્શીતા જાળવવા સીસીટીવી કેમેરા નો ઉપયોગ પણ થશે.
