Skip to main content
Settings Settings for Dark

ધોરણ-10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું

Live TV

X
  • 66.97 ટકા આવ્યું છે પરિણામ

    ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે, જે 66 પોઈન્ટ 97 ટકા આવ્યું છે. રાજ્યમાં સુરત જિલ્લો 79.63 ટકા સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું 46.83 ટકા રહ્યું છે. આ વખતે 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 366 છે. ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 95.56 ટકા સાથે પ્રથમ નંબરે રહ્યું છે.
    આ વર્ષે દીકરીઓનું પરિણામ 72.64 ટકા છે. જ્યારે દિકરાઓનું પરિણામ 62.83 ટકા છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 88.11 ટકા જ્યારે હિન્દી માધ્યમનું 72.66 ટકા તેમજ ગુજરાતી માધ્યમનું પરિણામ 64.58 ટકા છે. આ વખતે એ-વન ગ્રેડમાં 4974 વિદ્યાર્થીઓ, એ-ટુમાં 32,375 વિદ્યાર્થીઓ, બી-વન ગ્રેડમાં 70,677 અને બી-ટુ ગ્રેડમાં એક લાખ 29 હજાર 629 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.અમદાવાદ શહેરનું પરિણામ 72.45 ટકા અને અમદાવાદ ગ્રામિણનું 70.24 ટકા પરિણામ આવ્યું છે.સફળ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply