ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર
Live TV
-
સૌથી વધુ પરિણામ પાટણ અને સૌથી ઓછુ પરિણામ પંચમહાલ જિલ્લાનું
રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ આજે જાહેર થયું છે. જેમા સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 85.03 ટકા આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ પંચમહાલ જિલ્લાનું 45.82 ટકા આવ્યું છે.રાજ્યમાં 3, 55, 562 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 2, 60, 503 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. જેમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 222 છે, જ્યારે 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાઓ 79 છે. સૌથી વધુ પરિણામ અમદાવાદના નવરંગપુરા કેન્દ્રનું 95.66 ટકા છે, જ્યારે સૌથી ઓછું પંચમહાલ મોરવા રેણાનું 15.43 ટકા છે. રાજ્યમાં 792 વિદ્યાર્થીઓએ A1 અને 11721 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. જિલ્લા મુજબ વાત કરીએ તો અમદાવાદ શહેરનું 74.24 ટકા, અમદાવાદ ગ્રામ્યનું 77.36 ટકા, અમરેલીનું 69.96 ટકા, રાજકોટનું 79.59 ટકા, વડોદરાનું 73.09 ટકા, ભાવનગરનું 81.04 ટકા, સુરતનું 81.67 ટકા, આણંદનું 70.03 ટકા, ગાંધીનગરનું 80.10 ટકા અને મોરબી જિલ્લાનું 84.11 ટકા પરિણામ આવ્યું છે.વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જોઈ શકશે તથા શાળામાંથી પોતાની માર્કશીટ મેળવી શકશે.
