સુરતના અગ્નિકાંડ બાદ અમદાવાદ પોલીસની કાર્યવાહી
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે બહાર પાડ્યો હુકમ
સુરતમાં બનેલ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ઝોન 5ના ડીસીપીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, અમદાવાદમાં ફાયર સેફટી વગરના ટ્યૂશન ક્લાસીસ જાહેર જનતાને જાણ થતા પોલીસને આ જાણ કરવી. તેમણે મૃતકોને શ્રધ્ધાંજલિ આપી તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સાથે-સાથે અમદાવાદના તમામ ટ્યૂશન ક્લાસીસને ફાયર સેફટીની તપાસ ન થાય ત્યાં સુધી બંધ રાખવા અમદાવાદ કમિશ્નરે હુકમ જાહેર કર્યો છે. તેમજ લોકોને પોતાના કામનાં સ્થળ તેમજ ઘરમાં ફાયર સેફ્ટીની તપાસ કરવા પણ અપીલ કરી છે
