Skip to main content
Settings Settings for Dark

સુરતના સરથાણામાં અગ્નિકાંડમાં 20ના મોત

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવારજનોને મળી સંવેદના દાખવી

    સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા એપાર્ટમેન્ટના બીજા માળે કોંચીગ ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં 20 લોકોના મોત થયા. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કીટના કારણે આગ લાગી હોવાનુ સામે આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃત્યુ પામેલ પરિવાર પ્રતિ સંવેદના દાખવી, રાજ્યસરકારને તમામ સંભવ મદદ કરવા સુચન કર્યુ હતું. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શહેરી વિકાસ અગ્રસચિવ મુકેશ પુરીને આ અંગે સુચનાઓ આપી ત્રણ દિવસમાં અહેવાલ આપવા સુચન કર્યું છે. સાથે મૃત્યુ પામેલા કમનસીબ બાળકોના પરિવારને મુખ્યમંત્રી સહાય નિધિમાંથી રૂપિયા 4 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરાઈ છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત પહોંચી પરિવારજનોને મળી સંવેદના દાખવી હતી. સુરતની આ ઘટના અંગે રાજ્યપાલ ઓ.પી.કોહલી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિમંત્રી આર.સી.ફળદુએ પણ મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply