Skip to main content
Settings Settings for Dark

ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર, 84.47 ટકા સાથે રાજકોટ જિલ્લો રાજ્યમાં પ્રથમ

Live TV

X
  • GSEB બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં 71.80 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થિનીઓ ઉત્તિર્ણ થઇ છે. રાજ્યમાં 84.47 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ આવ્યો છે. 35 એવી શાળા છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. ધો.12ની સાથે ગુજકેટનું પણ પરિણામ જાહેર કરાયું છે. પરિણામનું વિતરણ સવારે 10થી 4 વાગ્યા સુધી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી જાણી શકશે.

    વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર ધ્રોલ છે, જ્યાં 91.60 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર બોડેલી છે, જ્યાં 27.19 ટકા પરિણામ આવ્યું છે...સૌથી ઓછુ પરિણામ ધરાવતા જિલ્લામાં છોટા ઉદેપુરનું નામ આવે છે..જ્યાં માત્ર 29.81 ટકા પરિણામ આવ્યું છે. છેલ્લા સાત વર્ષમાં સૌથી ઓછુ પરિણામ આ વર્ષે આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.13 ટકા આવ્યું છે...ગુજકેટની વાત કરીએ તો A ગ્રુપનું 78.92 ટકા, B ગ્રુપનું 67.26 ટકા અને AB ગ્રુપનું 64.29 ટકા પરિણામ જાહેર થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply