Skip to main content
Settings Settings for Dark

ધો.10 અને 12ની પરીક્ષાઓ 5 માર્ચથી શરૂ થશે

Live TV

X
  • ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું સમયપત્રક જાહેર.ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા 5 માર્ચથી શરૂ થશે.. .ધોરણ 12 માટે દસ નવાં કેન્દ્રોને અનુમતિ.

    માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 5 માર્ચથી શરૂ થશે અને 21 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે. ધોરણ 10ની પરીક્ષા 17 માર્ચે જ્યારે ધોરણ 12 સાયન્સની પરીક્ષા 16 માર્ચ સુધી ચાલશે. તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 21 માર્ચે પૂર્ણ થશે. જ્યારે ધોરણ 9 અને ધોરણ 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 18 એપ્રિલ દરમ્યાન લેવામાં આવશે. તેમજ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પેપરલીક રોકવા માટે એક ખાસ એપ વિકસાવવામાં આવશે. પેપર જ્યારે સેન્ટર પર પહોંચે ત્યારે તેના ફોટો પાડવાના રહેશે અને સંચાલક, નિરીક્ષક, સરકારી પ્રતિનિધિની હાજરીમાં પેપરનું સીલ તોડવાનું રહેશે. આ વર્ષે બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા માટે 29 નવા પરીક્ષા કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે.જ્યારે બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહના 9 નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.  તેમજ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પણ બોર્ડ દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં તમામ પરીક્ષા ખંડોને સીસીટીવીથી સજ્જ કરવા ઉપરાંત, મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply