Skip to main content
Settings Settings for Dark

નરેગા યોજના અંતર્ગત કામ આપવા રમણલાલ પાટકરનું અધિકારીઓને માર્ગદર્શન

Live TV

X
  • મોડાસા નગર પાલિકાના અધિકારીઓને વિકાસ અંગે વધુ સારુ અને લોકહિતમાં કામ કરવા માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ તેમણે વિઝિટર બુકમાં તેમના પ્રતિભાવો લખ્યા હતા.

    સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત બાપૂની 150મી જન્મ જ્યંતિ પ્રસંગે મોડાસા શહેરમાં સાફ-સફાઈનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા પ્રભારી અને મંત્રી રમણલાલ પાટકરે મોડાસા શહેરના વોર્ડ નંબર 1માં સ્વચ્છતા અંગે જાત માહિતી મેળવી હતી. અહીંના વિસ્તારમાં પહેલા ગંદકીથી ખીચોખીચ હતો, જે સાફ-સફાઈ બાદ વધુ સ્વચ્છ બનાવી ગંદકી દૂર કરવામાં આવી છે. આ સાથે જ મંત્રીએ આ વિસ્તારમાં વધુ કામ કરાવી નરેગા ઓજના અંતર્ગત વિકાસ કરી લોકોને રોજગારી મળી રહે તે માટે પણ તેમણે નગર પાલિકાને આદેશ કર્યા છે. સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યા બાદ મંત્રી રમણલાલ પાટકર મોડાસા નગર પાલિકાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં શહેરના વિકાસની ચર્ચા કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply