નરેન્દ્ર મોદીએ બીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉજવણીનો માહોલ
Live TV
-
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પણ એલઈડી સ્ક્રિન પર શપથ વીધિનો સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો
અમદાવાદના ખાડીયા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પણ એલઈડી સ્ક્રિન પર શપથ વીધિનો સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો. તમામ કાર્યકરોએ દૂરદર્શન પર શપથ વીધિ કાર્યક્રમ નીહાળી આનંદ અનુભવ્યો હતો. નરેન્દ્ર મોદીએ બીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેતા ભાજપના કાર્યકર્તાઓ અને વડનગરવાસીઓમાં ઉજવણીનો માહોલ. દિલ્લી ખાતે યોજાયેલ મંત્રી મંડળની શપથ વિધિનું વડનગરના શર્મિષ્ઠા તળાવના ઓપન એર થિયેટર ખાતે લાઈવ પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું. તમામ નગરજનોએ આતશબાજી કર સૌ કોઈને મીઠાઈઓ વેચી મો મીઠું કરાવ્યું હતું.
