નર્મદાઃ 'શુભ યાત્રા સ્વચ્છ યાત્રા'ના સૂત્ર સાથે ST બસ સ્ટેશન અને ST બસોમાં સફાઈ અભિયાનની શરૂઆત
Live TV
-
નર્મદાઃ 'શુભ યાત્રા સ્વચ્છ યાત્રા'ના સૂત્ર સાથે ST બસ સ્ટેશન અને ST બસોમાં સફાઈ અભિયાનની શરૂઆત
ગુજરાતભરમાં "સલામત સવારી, ST અમારી" ના સુત્રને ગુજરાત ST નિગમે સાકાર કર્યું છે. પરતું હવે આ સલામત સવારી સ્વચ્છ સવારી બનવા જઈ રહી છે. આજથી નર્મદા જિલ્લામાં રાજપીપલા ST ડેપો ખાતેથી 'શુભ યાત્રા સ્વચ્છ યાત્રા'ના સૂત્ર સાથે ST બસ સ્ટેશન અને ST બસોમાં સફાઈ અભિયાનની શરૂઆત નાંદોદના ધારાસભ્ય ડૉ .દર્શનાબેન દેશમુખે કરાવી છે. આ પ્રસંગે ધારાસભ્ય ડૉ .દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, આ અભિયાન અંતર્ગત નર્મદા અને પડોશી જિલ્લાઓના મુસાફરોની મુસાફરી સુખદ રહે તે માટે જિલ્લાના તમામ બસ સ્ટેશનોમાં સ્વચ્છતાના વિવિધ કામો હાથ ધરવામાં આવશે. જેમાં વિવિધ NGO, શાળા, કોલેજોના સહયોગથી શેરી નાટકો, સ્વચ્છતા અભિયાન, રક્તદાન શિબિર, દીવાલ ચિત્રકામ અને બસ સ્ટેશનો પર વૃક્ષારોપણ કરવામાં આવશે.
