Skip to main content
Settings Settings for Dark

નર્મદા , કડાણા સહિતના જળાશયોમાં પાણીની ભરપૂર આવક

Live TV

X
  • નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.32 મીટરે પહોંચી ગઇ છે. ઉપરવાસમાંથી પાણીની આવક 2 લાખ90 હજાર 740 ક્યુસેક થઇ રહી છે. જ્યારે ડેમના 23 ગેટ ખોલી નર્મદા નદીમાં 3 લાખ 21હજાર 867 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

    નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.32 મીટરે પહોંચી ગઇ છે. ઉપરવાસમાંથી પાણીની આવક 2 લાખ90 હજાર 740 ક્યુસેક થઇ રહી છે. જ્યારે ડેમના  23 ગેટ ખોલી  નર્મદા નદીમાં 3 લાખ 21હજાર 867 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જેને કારણે નર્મદાની જળસપાટીમાં વધારો થઇ રહ્યો છે. આ તરફ  તાપીના ઉકાઈડેમ સપાટી..343.16 ફૂટ...પર પહોંચી ગઇ છે. ડેમમાં પાણી ની આવક..91 હજાર 243 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ડેમમાંથી પાણીની જાવક...91 હજાર 243 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. .હાલ ડેમના 8 ગેટ ખોલી તાપી નદીમાં છોડવામાં આવી રહયું છે પાણી...ડેમની ભયજનક સપાટી 345 ફૂટ...છે. જ્યારે ડેમ ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ બાકી..રહી છે. .ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વાર ઉપરવાશ માંથી પાણીની આવક ને ધ્યાને લઈને ડેમની સપાટી રુલ લેવલ સુધી લઈ જવાશે...હાલ ડેમનું રુલ લેવલ 345 ફૂટ...6 વર્ષ બાદ ઉકાઈ ડેમની સપાટી 343 ફૂટને પાર થિ છે. ડેમ 95 ટકા જેટલો ભરાય ગયો...દક્ષિણ ગુજરાતના ધરતીપુત્રો માં આનંદની લાગણી છવાઈ ગઈ છે...જ્યારે મધ્ય ગુજરાતનો કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણી ની આવક 78 હજાર 740 ક્યુસેક થઇ રહી છે. કડાણા ડેમ નું જળ સ્તર 417.4 ફૂટ પર રહ્યું છે. આ ડેમ ના 4 ગેટ તેમજ 60 મેગાવોટ ના ચાર પાવર હાઉસ દ્વારા 61 હજાર 52 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.  સુજલામ સુફલામ કેનાલમાં 1100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.. અમરેલી જીલ્લામાંઆ વર્ષે  ભરપુર વરસાદ પડયો છે. જો કે અમરેલી શહેરને પીવાના પાણી માટે મહત્વના બે જળાશયો વડી ડેમ અને ઠેબી ડેમ હજુ છલકાયા નથી. નગરજનો માટે ખુશીના સમાચાર એ છે કે હવે ખોડીયાર ડેમ છલકાવાની તૈયારીમાં છે. અમરેલી જીલ્લાનો આ સૌથી મોટો ડેમ છે. 75 ફૂટની ઉંચાઇ ધરાવતા આ ડેમમાં જળસપાટી 73 ફૂટ પર પહોંચી ગઇ છે. ડેમમાં 80 ટકા કરતા પણ વધુ પાણીનો સંગ્રહ થઇ ચુક્યો છે.  શેત્રુંજી નદીના ઉપરવાસમાં ચારથી પાંચ ઇંચ જેવો ભારે વરસાદ પડી જતા ખોડીયાર ડેમમાં એક જ રાતમાં સાડા ત્રણ ફૂટ નવુ પાણી આવી ગયુ હતું. સામાન્ય રીતે વરસ સારૂ હોય ત્યારે વરાપ નિકળતાની સાથે જ શેત્રુંજી નદીમાં જમીનમાંથી ફૂટેલુ પાણી વહેવા લાગે છે અને તેના કારણે જ બે ફૂટથી વધુ પાણી આ ડેમમાં આવી જાય છે. આમ જો હવે વરસાદનો કોઇ નવો રાઉન્ડ નહી આવે તો પણ ખોડીયાર ડેમ ઓવરફ્લો થશે તે નક્કી છે. રાજકોટમાં આજી અને ભાદર ડેમ પણ ભરાઇ ચૂક્યા છે. આજી-1ની સપાટી 29 ફૂટ, આજી-2ની 30.10 પર પહોંચી છે. આ બંને ડેમ સંપૂર્ણ પણે ભરાઇ ચૂકતા હવે રાજકોટ, ગોંડલ અને જેતપુરની પાણીની સમસ્યા હાલ પુરતી હલ થઇ ગઇ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply