નર્મદા જિલ્લામાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા બની અબોલ પશુઓ માટે સારવારનો સહારો
Live TV
-
નર્મદા જિલ્લામાં અબોલ પશુઓની તાત્કાલિક સારવાર માટે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા અસરકારક બની રહી છે.
એપ્રિલથી જૂન-2026 દરમિયાન આ સેવા હેઠળ 2,641 પશુઓને સારવાર અને જરૂરી તબીબી સેવાઓ આપવામાં આવી હતી.જિલ્લામાં હાલ 19 મોબાઇલ પશુદવાખાના કાર્યરત છે, જે 245 ગામોના પશુઓને આવરી લે છે. આ સેવા હેઠળ પશુપાલકોને ઘેરબેઠાં નિઃશુલ્ક પશુ સારવાર પૂરી પાડવામાં આવે છે.ત્રણ મહિનામાં બાહ્ય પરોપજીવી સંક્રમણના સૌથી વધુ 1,281 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત કૃમિ સંક્રમણ, પ્રજનન સંબંધિત સમસ્યા, સર્જિકલ ઘા અને ઝાડા સહિતની વિવિધ આરોગ્ય સમસ્યાઓની પણ સારવાર કરવામાં આવી હતી.પશુ બીમાર, ઇજાગ્રસ્ત કે મુશ્કેલીમાં હોય ત્યારે પશુપાલકો અને નાગરિકો 1962 ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાનો લાભ લઈ શકે છે.
