ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારે ગાંધી આશ્રમની મુલાકાત લીધી
Live TV
-
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
તેમણે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.જ્ઞાનેશકુમારે ગાંધીજીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લઈ રેંટિયો કાંતવાની પ્રક્રિયા નિહાળી હતી. તેમણે ગાંધી આશ્રમના નવીનીકરણ પ્રોજેક્ટ અંગે પણ માહિતી મેળવી હતી.વિઝિટર્સ બુકમાં તેમણે લખ્યું હતું કે, “જે પવિત્ર સ્થળેથી વિશ્વ શાંતિ અને માનવતાનો સંદેશ પ્રસર્યો છે, તે પવિત્ર સ્થળની મુલાકાત લેવી મારા માટે સન્માનની વાત છે.”આ પ્રસંગે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળે, અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
