વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન પ્રગતિનું નવું પ્રવેશદ્વાર
Live TV
-
વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન શહેરના વિદ્યાર્થીઓ, યુવાનો અને યુવા વ્યાવસાયિકો માટે નવી તકોનું પ્રવેશદ્વાર બનશે.
અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મુખ્ય શહેરો સાથે ઝડપી કનેક્ટિવિટી મળવાથી શિક્ષણ, રોજગાર, ઇન્ટર્નશિપ, સંશોધન અને વ્યવસાયિક તકો સુધી પહોંચ વધુ સરળ બનશે.બુલેટ ટ્રેન સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7ની ઉપર બનાવાઈ રહ્યું છે. તેને ભારતીય રેલવે, GSRTC સેન્ટ્રલ બસ ડેપો અને શહેરના અલકાપુરી વિસ્તાર સાથે ત્રણ ફૂટ ઓવર બ્રિજ (FOB) દ્વારા જોડવામાં આવશે. 534 મીટર લાંબો FOB રેલવે સ્ટેશન અને બસ ડેપો સાથે, 90 મીટર લાંબો FOB અલકાપુરી વિસ્તાર સાથે અને 51 મીટર લાંબો FOB પાર્કિંગ તથા સ્ટેશન પ્લાઝા સાથે જોડાશે.
સ્ટેશન પર વેઇટિંગ લાઉન્જ, શૌચાલય, રિટેલ સુવિધાઓ, પિક-અપ અને ડ્રોપ-ઓફ વિસ્તાર, પાર્કિંગ, લિફ્ટ, એસ્કેલેટર અને ટ્રાવેલેટર સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.વડોદરાની ઓળખ એવા વડના વૃક્ષથી પ્રેરિત સ્ટેશનની સ્થાપત્ય રચના કરવામાં આવી છે. કુદરતી પ્રકાશ અને બહારના દૃશ્યોને ધ્યાનમાં રાખીને સ્ટેશનમાં ખુલ્લું અને આરામદાયક વાતાવરણ ઊભું કરવામાં આવશે.
