Skip to main content
Settings Settings for Dark

નર્મદા ડેમ 134 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચતાં PM મોદીએ વ્યક્ત કરી ખુશી

Live TV

X
  • સતત પાણીની આવકને કારણે હજુ સપાટી વધવાની શક્યતા.નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના.નર્મદા ડેમના 23 દરવાજા ખોલયાં

    ઉપરવાસમાં અને રાજ્યમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમની જળસપાટી 134 મીટરે પહોંચતા રાજ્યના લોકોમાં ખુશીનો માહોલ છે. આ ખુશી પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાના ટ્વિટર પર વ્યક્ત કરી હતી. સરદાર સરોવર ડેમની જળસપાટી વધતા રાજ્યમાં પીવાના પાણીની તંગી પણ નહીં પડે,જેના પગલે ખેડૂતોને અને રાજ્યની પ્રજાને રાહત મળશે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરતાની સાથે સાથે ડેમના ફોટા પણ શેર કર્યાં છે. 

    પ્રધાનમંત્રી મોદીએ જળસપાટી અંગે ટ્વિટ કરતાં કહ્યું હતું કે, એવા સમાચાર જે તમને રોમાંચિત કરશે. મને બતાવતા આનંદ થાય છે કે, સરદાર સરોવર ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તરે 134.00 મીટરે પહોંચી ગઈ છે, આ માહિતીને શેર કરવા બદલ હું આનંદ અનુભવું છુ. આકર્ષક દ્રશ્યની કેટલીક તસવીરો શેર કરૂ છુ, મને આશા છે કે તમે આ ઐતિહાસિક સ્થાન પર જશો અને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' જોશો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply