પંચમહાલ પાનમ અને કડાણા ડેમ ઓવરફ્લો
Live TV
-
કડાણા ડેમમાં પાણીની આવક 1 લાખ 24 હજાર 575 ક્યુસેક થઈ છે. ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે. જેમાંથી 74 હજાર 623 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. એક ગેટના દસ ફૂટ અને ત્રણ ગેટના ચાર ફૂટ એક ગેટ બે ફૂટ ખોલવામાં આવ્યા
કડાણા ડેમના ઉપરવાસમાં આવેલા મહી બજાજ, સોમકમલા અને ઝાંખમ ડેમમાંથી પાણી છોડાતા કડાણા ડેમમાં પાણીની આવક 1 લાખ 24 હજાર 575 ક્યુસેક થઈ છે. ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે. જેમાંથી 74 હજાર 623 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. એક ગેટના દસ ફૂટ અને ત્રણ ગેટના ચાર ફૂટ એક ગેટ બે ફૂટ ખોલવામાં આવ્યા છે. તંત્રએ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત નદી કિનારા નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરાયા છે. અને વહીવટી તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. હાલ આ સાથે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લાના છ તાલુકામાં ખાનપુરમાં સૌથી વધુ 80 મીલીમિટર વરસાદ નોંધાયો છે. જ્યારે લુણાવાડામાં 79મીમી કડાણામાં 2 ઇંચ, સંતરામપુરમાં 14 મીમી બાલાસિનોરમાં 19 મીમી અને વીરપુરમાં 35 મિલીમીટર વરસાદ નોંધાયો છે
