નર્મદા સરદાર સરોવર ડેમે પ્રથમવાર વટાવી ઐતિહાસિક સપાટી
Live TV
-
ડેમની સપાટી થઇ 138 મીટરને પાર . નદી કાંઠાના 175 ગામને કરાયા એલર્ટ . 17 સપ્ટેમ્બરે ઐતિહાસિક ઘટનાનો ઉત્સવ 'નમામિ દેવી નર્મદે' મહોત્સવની તૈયારીઓ શરુ .પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત.
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર ડેમે તેની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે.અને 138.3 મીટરે પહોંચી છે.રાજ્ય માં પડી રહેલા વરસાદ ,અને ઉપરવાસ માંથી આવી રહેલા ,પાણી ને કારણે ડેમ માં ,પાણી ની આવક ,સતત વધી રહી છે.તેમજ પાણી ની આવક ,7 લાખ 48 હજાર ક્યુસેકથી વધુ છે. જયારે ડેમ ના, 23 દરવાજા 5.4 મીટર ખોલાયા છે, અને 7 લાખ, 45 હજાર 240 ક્યુસેક પાણી ,નર્મદા નદી માં, છોડવા માં આવી રહ્યું છે./.ડેમ તેની મહત્તમ સપાટી ,138.68 મીટર છે. કેવડીયા પાસે આવેલા ,ગોરા પુલ સતત 7 દિવસ થી ,રાહદારીઓ માટે બંધ છે.
