Skip to main content
Settings Settings for Dark

સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા દ્રારા મહેસાણા જિલ્લા ખાતે યોજાઈ નેશનલ લોક અદાલત

Live TV

X
  • બંને પક્ષોની સંમતીથી 800 કેસોનો કરાયો સફળ નિકાલ.મોટી સંખ્યામાં પક્ષકારો રહ્યા ઉપસ્થિત.

    રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા કરાયેલા આયોજનના ભાગરૂપે આજે રાજ્યભરમાં લોકઅદાલતનું આયોજન કરાયું છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા અદાલત રાજમહેલ મહેસાણા તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી હતી. વધુમાં વધુ કેસોનો નિકાલ કરવાના ઉદ્દેશ્ય સાથે લોક અદાલતમાં બંને પક્ષકારો સાથે સંમતિથી સમાધાન કરવામાં આવ્યું હતું. 800 જેટલા કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. કુલ 43 પડતર ફેમિલી કેસનો પણ નિકાલ કરાયો હતો. જિલ્લા મુખ્ય ન્યાયાધીશ ડી.એ.જોષી તથા ફેમિલી કોર્ટ મહેસાણા આર.એચ.જોશી જિલ્લા કાનૂની સેવામંડળના સેક્રેટરી પી.જી.સોની તથા જિલ્લામાંથી 46 જ્યુડિશીયલ ઓફસર હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply