સંઘ પ્રદેશ દીવમાં હિન્દી વિભાગ દીવ દ્વારા હિન્દી દિવસની ઉજવણી
Live TV
-
આજે દેશભરમાં હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સંઘ પ્રદેશ દીવમાં હિન્દી વિભાગ દીવ, દ્વારા હિન્દી દિવસ ની ઉજવણી કરવામાં આવી. સાથે હિન્દી પખવાડા સપ્તાહની પૂર્ણાહૂતી પણ કરવામાં આવી. હિન્દી પખવાડા સપ્તાહ દરમિયાન રાજભાષા હિન્દી ભાષા ના પ્રચાર અને પ્રસાર અનુલક્ષીને અલગ-અલગ કાર્યક્રમ તથા સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં કલેકટર સાહેબા શ્રી સલોની રાયે અધ્યક્ષ સ્થાન ગ્રહણ કર્યું હતું. સાથે જ કલેક્ટર હરમીત સિંગ તથા પોલીસ ઓફિસર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દેશભકતિગીત થી કરવામાં આવી હતી ત્યાર દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. રાજભાષા હિન્દી ના અગ્રણી ઓફિસરે પોતાનું સ્વાગત પ્રવચન આપી સૌનું સ્વાગત કર્યું હતું હિન્દી સપ્તાહ દરમિયાન અલગ અલગ પ્રતિયોગીતામાં વિજય થયેલા પ્રવૃતિઓ અને કલેકટર સાહેબા શ્રીમતી સલોની રાયના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વિરાજમાન દીવ કલેકટર સાહેબા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે રાજભાષા હિન્દી ખૂબ જ જરૂરી છે હિન્દીના પ્રચાર પ્રચાર કરવા દિશા નિર્દેશો આપ્યા હતા. હિંદી વિભાગના ઓફિસર શ્રી સુનીલ તિવારી ના આભાર પ્રગટ કર્યો હતો.
