માં અંબાના પ્રાગટોત્સવ સાથે ભાદરવી પૂર્ણિમાંના મેળાનો આજે અંતિમ દિવસ
Live TV
-
18 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કરી મેળવી ધન્યતા .અંબાજી ટ્રસ્ટને મેળા દરમિયાન મળ્યું 1.150 કિલો સોનાનું દાન . તો, નાના અંબાજી ખેડબ્રહ્મા ખાતે પણ 8 લાખથી વધુ ભક્તોએ દર્શન કરી 6 હજારથી વધુ ચઢાવી ધજા.
મા જગદંબાના પ્રાગટ્યોત્સવ સાથે આજે ભાદરવી પૂર્ણિમાના મેળાનો ,અંતિમ દિવસ છે. અંબાજીમાં ,બોલ મારી અંબે, જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે., ત્યારે દર્શનાર્થે આવતાં લોકો ને, તમામ પ્રકાર ની , સગવડ ,અને મેડિકલ સારવાર મળી રહે ,તે માટે ,એમ્બ્યુલન્સ જેવી ,ખાસ તૈયારીઓ, કરવા માં આવી હતી. અહીં, માત્ર ગુજરાત થી જ નહીં ,પણ પર પ્રાંત માંથી પણ ,ભક્ત જનો ,આવે છે. /પદયાત્રીઓ દૂરદૂરથી માના ચરણમાં શીશ ઝુકાવવા આવ્યા છે. મેળાનાં અંતિમ દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટ અમદાવાદનાં દાતા નવનીતભાઇ શાહ એ એક કિલો સોનાનું દાન અર્પણ કર્યુ હતુ. જેની કિંમત 31.96 લાખ થવા જાય છે. જોકે અંબાજી મંદિર ટ્રસ્ટને મેળા દરમીયાન 1.150 કિલો જેટલુ સોનાનું દાન ભક્તો દ્વારા પ્રાપ્ત થવાં પામેલ છે. દર વર્ષની જેમ પરંપરા પ્રમાણે ,ભાદરવી પૂનમના દિવસે ,જીલ્લા વડા પોલીસ ખાતા તરફથી ,અંબાજી મંદિરના શીખર ઉપર ,ધજા ચડાવવાની પરંપરા મુજબ આજે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અંબાજી મંદિરના શીખર ઉપર ધ્વજા ચડાવી હતી ,અને પરંપરાને જાળવી રાખી હતી.
આજે ભાદરવી પૂનમ નિમિત્તે નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા ખાતે માં અંબાના ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. તેમજ જગત જનની માં જગદંબાના દ્વારે ૮ લાખથી વધુ શ્રદ્ધાળુ આવી ચડ્યા હતા. મા જગદંબાને ૬ હજારથી વધુ ધજાઓ ચડાવવામાં આવી હતી. મંદિર ખાતે આવતા તમામ માઈ ભક્તોને વિવિધ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરી આપવામાં આવી હતી. ભક્તોની અપાર અસ્થા અને શ્રદ્ધાના કારણે ભાદરવી પૂનમનો મેળો હેમખેમ રીતે સંપન્ન થયો હતો.
