નવરાત્રી, દશેરા, દિવાળી અને નવા વર્ષની ઉજવણીને લઈને સરકારે સુચનાઓ જાહેર કરી
Live TV
-
કોરોના મહામારીમાં આવનારા તહેવારોની ઉજવણી વખતે શું તકેદારી રાખવી તેની સુચનાઓ અને માર્ગદર્શિકા રાજ્ય સરાકરે જાહેર કરી છે. આ સુચનાઓનો અમલ આગામી 16 ઓક્ટોમ્બરથી દરેક નાગરીકે કરવાનો રહેશે.
કોરોના મહામારીમાં આવનારા તહેવારોની ઉજવણી વખતે શું તકેદારી રાખવી તેની સુચનાઓ અને માર્ગદર્શિકા રાજ્ય સરાકરે જાહેર કરી છે. આ સુચનાઓનો અમલ આગામી 16 ઓક્ટોમ્બરથી દરેક નાગરીકે કરવાનો રહેશે.
નવરાત્રીમાં કોઈ પણ પ્રકારનુ ગરબા આયોજન નહી કરી શકાય. પરંતુ જાહેરમાં ગરબી કે મુર્તિની સ્થાપના અને પુજા-આરતી કરી શકાશે. મુર્તિને સ્પર્શ કરવા કે પ્રસાદ વિતરણ ન કરવાની સુચના અપાઈ છે. સાથે જ આ માટે વહીવટી તંત્રની લેવી ફરજીયાત રહેશે.
આરતી પૂજન કરવા માટે 200થી વધુ લોકો ભેગા નહી થઈ શકે. આ દરમિયાન છ ફુટનુ સામાજીક અંતર, ફરજીયાત માસ્ક, સેનિટાઈઝર, થર્મલ સ્કેનર અને માઈક ખુરશીને સમયાંતરે સેનીટાઈઝના નિયમનુ પાલન કરવાનુ રહેશે. આ કાર્યક્રમ દરમ્યાન થુંકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 65 થી વધુ વયના સિનિયર સિટિઝન અને 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા મહિલાઓ અને બીમારીથી પીડિત વ્યક્તિઓને ભાગ ન લે તે હિતાવહ છે.
હોલ, બેન્કવેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજની લગ્નવાડી, ટાઉનહોલ વગેરે સ્થળોએ થતા કાર્યક્રમમાં કેપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ 200 લોકોની મર્યાદામાં જ કાર્યક્રમ યોજી શકાશે. સાથે જ લગ્ન સમારંભ અને મૃત્યુ બાદની અંતિમ ક્રિયામાં 100 વ્યક્તિઓ જ હાજરી રહી શકશે. આ બધા કાર્યક્રમમાં તબીબી સેવાઓ જલ્દીથી ઉપલબ્ધ થાય તેની વ્યવસ્થા કરવી જરુરી છે.
સરકારે બહાર પાડેલ સુચનામાં નાગરિકોને સલાહ આપી છે કે દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ અને સ્નેહમિલન, ભાઈ બીજ, શરદપૂર્ણિમા જેવા ઉત્સવો અને પૂજા ઘરમાં રહીને પરિવાર સાતે ઉજવે તે હિતાવહ છે.
મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામુહિક કાર્યક્રમો જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવા કાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે.
રાજ્ય સરકારે બહાર પાડેલ આ સુચનાઓ ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક કે આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
