Skip to main content
Settings Settings for Dark

નવસારીઃ ક્રાઈમ બ્રાંચના નામે રૂપિયા પડાવતા 5 ઈસમોને પોલીસે ઝડપ્યા 

Live TV

X
  • નવસારી જિલ્લાના નદી કિનારે આવેલા શહેરો અને ગામોમાં ભ્રમણ કરીને ક્રાઇમ બ્રાન્ચનું નામ વટાવીને રેતી ખનન કરનારાઓ પાસેથી રૂપિયા પડાવતા ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.  

    બીલીમોરાની અંબિકા નદીના બ્રિજ પરથી પસાર થતી એક ટ્રકને વિજલપોરના અયોધ્યા નગરમાં રહેતા મહેશ નામના ઈસમને રોકીને દસ્તાવેજો માંગ્યા હતા. અને હું ક્રાઇમ બ્રાન્ચનો કર્મી છું, એમ કહીને  ધમકાવ્યો હતો. 

    ઉપરાંત આ નકલી શખ્સે રૂપિયા એક હજારની માંગણી કરી હતી. જેમાં ફરિયાદીએ ૫૦૦ રૂપિયા આપ્યા હતા. પણ ફરિયાદીને નકલી પોલીસ પર શક જતાં તેને ઝડપીને બીલીમોરા પોલીસને હવાલે કરતા  ભાંડો ફૂટ્યો હતો. જેથી પોલીસે ૫ આરોપી વિરુદ્ધ  ફરિયાદ દાખલ કરી છે. સાથે જ મર્સીડીસ કાર, મોબાઈલ  અને બાઈક તેમજ રોકડ મળીને ૫ લાખથી વધુનો મુદ્દામાલ  કબ્જે કર્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply