નવસારી સબજેલમાં ગાંધી જયંતિ નિમિતે ગાંધીકથા સત્સંગનો કાર્યક્રમ
Live TV
-
સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાને પાઠ ભણાવનાર પૂજ્ય મહાત્મા ગાંધીની ગઈકાલે 150મી જન્મ જયંતિ હતી.જેની દેશ અને સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી.ત્યારે નવસારી સબજેલમાં કેદીઓના જીવન ઘડતર માચે ગાંધીકથા સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં કેદી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.નવસારી સબજેલમાં કાચા કામના કેદીઓ સાથે પાકા કામના 250થી વધુ કેદીઓને સત્ય અને અહિંસાના પાઠો ભણાવવામાં આવ્યા હતા.ગાંધીકથાના રસપાનમાં કેદીઓ પોતાની સજાને ભૂલી ભજનની ધૂનમાં રસતરબોડ થઈ ગયા હતા
