પોરબંદર સ્થિત ગાંધી જન્મ સ્મારક કીર્તિમંદિર ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન
Live TV
-
દેશના રાષ્ટ્રપિતા અને પોરબંદરના પનોતા પુત્ર મહાત્મા ગાંધી ની 150મી જન્મજયંતિ નિમિતે ગઈકાલે પોરબંદર સ્થિત ગાંધી જન્મસ્મારક કીર્તિમંદિર ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહી, ગાંધીજીનું પ્રિય ભજન "વૈષ્ણવજન તો તેને રે કહીએ" ગાઈ બાપુને શ્રધાંજલિ આપી હતી. પ્રાસંગીક પ્રવચનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીજીના સ્વચ્છતાનાં સંદેશાને યાદ કર્યો અને કહ્યું આજે પણ ગાંધીજીના વિચારો સાંપ્રત સમયમાં અને ભવિષ્યમાં શાશ્વત રહેશે. આ ઉપરાંત કીર્તિમંદિરમાં આયોજિત પ્રાથનાસભામાં પોરબંદરના જિલ્લા કલેકટર એમ એ પંડ્યા સહીત શહેરના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા
