Skip to main content
Settings Settings for Dark

નાના શહેરોમાં વધ્યો કોરોનાનો કહેર, રાજપીપળામાં બપોરના 12 સુધી દુકાનો ખુલ્લી રહેશે

Live TV

X
  • ડૉ. જયંતિ રવિ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા રાજકોટની લેશે મુલાકાત, તો રાજપીપળામાં દુકાનો આજથી સવારના 7થી બપોરના 12 વાગ્યા સુધી રહેશે ખુલ્લી.

    રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. રાજ્યમાં ગત છેલ્લા 24 કલાકમાં કુલ 879 કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ સુરતમાં 251 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 172, વડોદરામાં 75, રાજકોટ અને ભાવનગરમાં 46, જૂનાગઢમાં 42 કેસ નોંધાયા છે.

    આ ઉપરાંત ગાંધીનગરમાં 29, મહેસાણામાં 23, મોરબીમાં 19, અમરેલી અને ખેડામાં 16, નવસારીમાં 11 કેસ નોંધાયા છે. જ્યારે 513 વ્યકિત સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં ગત છેલ્લા 24 કલાકમાં કુલ 13 મોત થયા છે. સુરતમાં ગત મોડી સાંજે વધુ 10 દર્દીઓના મોત સાથે કુલ 15 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ૬ વ્યક્તિ અને લીંબડી તાલુકામાં ૨ સહીત કુલ ૮ વ્યક્તિને કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.

    નવસારીમાં આજે નવા 7 કેસ સામે આવ્યા છે. કોરોનાની મહામારીને જોતા રાજપીપળાના સમસ્ત વેપારી મંડળે , સવારે 7 થી બપોરના 2 સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન રાજકોટમાં વધી રહેલા કોરોના કેસોને લઇને શું પગલાં લઇ શકાય તે અંગે માહિતી મેળવવા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, રાજકોટમાં અધિકારીઓ સાથે બેઠક કરશે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે અમારા સંવાદદાતાઓએ વધુ માહિતી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply