નાફેડના વાઈસ ચેરમેન પદે દલસુખભાઈ બોડાની નિમણૂંક
Live TV
-
કોપ્ટ તરીકે મગનભાઈ વડાવિયાની નિમણૂંક કરવામાં આવી
ખેડૂત સહકારી અને રાષ્ટ્રીય કક્ષાની સહકારી સંસ્થા નાફેડમાં દલસુખભાઈ બોડાને નાફેડના વાઈસ ચેરમેન પદે અને મગનભાઈ વડાવિયાની કોપ્ટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણુંક બાદ સહકારી ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધીત્વ વધશે. સાથે રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ, જરૂરી કેન્દ્રિય યોજના અને અન્ય સહાય સરળતાથી મળશે. આ પ્રસંગે નાફેડનાં પૂર્વ ચેરમેન વાઘજીભાઈ બોડાએ નવનિયુક્ત યુવા ટીમને આશિર્વાદ આપતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સહકારી ક્ષેત્રે ખેડુતોની સાથે સમાન્ય લોકોના હિતાર્થમાં કામ કરશે. આ પ્રસંગે નવનિયુક્ત સભ્યોને આર્શીવાદ આપ્યાં હતા.
