નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ઇથેનોલ પ્લાન્ટનું ઉદઘાટન
Live TV
-
શેરડીના પિલાણમાંથી સીધેસીધુ ઇથેનોલનું ઉત્પાદન કરવાથી ખર્ચમાં ઘટાડા સાથે ઉત્પાદકતા વધવાને લીધે નફાનું ધોરણ વધશે અને તેનો સીધો લાભ ખેડૂતોને થશે
શેરડીના પિલાણમાંથી સીધેસીધુ ઇથેનોલનું ઉત્પાદન કરવાથી ખર્ચમાં ઘટાડા સાથે ઉત્પાદકતા વધવાને લીધે નફાનું ધોરણ વધશે અને તેનો સીધો લાભ ખેડૂતોને થશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા ગામે નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ખાતે અંદાજે રૂપિયા ૬૦ કરોડના ખર્ચે દેશમાં ત્રીજા અને ગુજરાતમાં સૌ પ્રથમ ૪૫ કે.એલ.પી.ડી. ઇથેનોલ પ્લાન્ટનું ઉદઘાટન નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા કરાયું હતું. આ પ્રસંગેરૂપિયા ૩ કરોડનાં ખર્ચે નાવરા-વરાછા-વડીયા રોડ અને રૂપિયા ૩.૩૦ કરોડનાં ખર્ચે નિકોલી-સીસોદરા રોડની મંજૂરીની પણ ઘોષણા નાયબ મુખ્યમંત્રી પટેલ દ્વારા કરાઈ હતી. આ પ્રસંગે ગુજરાતનાં સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ , ભરૂચના સંસદસભ્ય મનસુખ વસાવા, છોટાઉદેપુરના સંસંદસભ્ય ગીતાબેન રાઠવા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ધારીખેડા સુગરના અધ્યક્ષ ધનશ્યામ પટેલ અને મેનેજીંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ સહિત વિવિધ સુગર મંડળીના અધ્યક્ષો અને સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
