નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લેતા જિલ્લા અગ્રણીઓ અને પ્રજાજનો
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે મહેસાણા સહીત વિશ્વમાં વસતા ગુજરાતીઓ પણ ખુબ સુખી થાય ખુબ પ્રગતી કરે અને આરોગ્ય મય જીવન પ્રાપ્ત થાય તેવી મારી શુભે્ચ્છા વ્યક્ત કરી
આજે મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલની જિલ્લાના અગ્રણીઓ અને પ્રજાજનોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને નવા વર્ષની શુભેચ્છાનું આદાન-પ્રદાન કર્યુ હતું.નીતીન પટેલે તમામ નો આભાર માન્યો હતો.તેમણે જણાવ્યું હતુ કે મહેસાણા સહીત વિશ્વમાં વસતા ગુજરાતીઓ પણ ખુબ સુખી થાય ખુબ પ્રગતી કરે અને આરોગ્ય મય જીવન પ્રાપ્ત થાય તેવી મારી શુભે્ચ્છા છે.બધા ગુજરાતીઓ સાથે સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર સિદ્ધ થાય અને એક ભારત શ્રેષ્ઠ ભારત નું નિર્માણ થાય એ માટે સૌને વિનંતિ કરુ છુ.તેમણે જણાવ્યુ હતુ કે અમદાવાદનુ નામ કર્ણાવતી થાય તો સો તેને આવકારશે.
