Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગિરનાર દરવાજાથી 3.5 કિલોમીટર ચાલી ખુલ્લા પગે ભવનાથ મંદિર સુધી ગયા હતા

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખુલ્લા પગે  ચાલીને ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર પહોંચ્યા હતા.

    આ પદયાત્રામાં નાયબ મુખ્યમંત્રીની સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અને જૂનાગઢ  જિલ્લા પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને રાજ્ય ઉર્જા મંત્રી અને સહ પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા પણ સહભાગી બન્યા હતા.સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતનાના પ્રતીક સમાન મહાશિવરાત્રી મેળાનો આજરોજ શુભારંભ થયો છે. મહાશિવરાત્રી મેળા ના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહભાગી બન્યા હતા.નાયબ મુખ્યમંત્રી સ્વયમ ચાલીને   સામાન્ય નાગરિકની જેમ  3.5 કિલોમીટરના  મહાશિવરાત્રી મેળાના રૂટ  ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર પહોંચ્યા હતા. ગિરનાર દરવાજા થી ભવનાથ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં નાયબ મુખ્યમંત્રી તેમજ અન્ય મહાનુભાવોનું વિવિધ સંસ્થાઓ,અગ્રણીઓ,નાગરિકો એ પુષ્પવર્ષાથી  ઠેર ઠેર સ્વાગત અભિવાદન કર્યું હતું. આ પદયાત્રામાં  હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય ના જય ઘોષથી ગિરનાર તળેટીનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

    આ પ્રસંગે જુનાગઢ જિલ્લા મેયર  ધર્મેશ  પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ  હરેશ ઠુંમર, ધારાસભ્ય  સંજય કોરડીયા,  ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ધારાસભ્ય  રમેશ ટીલાળા,જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા, જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, જુનાગઢ રેન્જ આઈ.જી નિલેશ ઝાઝડીયા,કલેકટર અનિલ કુમાર રાણાવસિયા, જુનાગઢ પોલીસવડા સુબોધ ઓડેદરા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી  એચ. પી. પટેલ,કમિશનર  તેજસ પરમાર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને શિવ ભક્તો સહભાગી બન્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply